Wednesday, 23 August 2017

ક્ષમાપના, કટાક્ષ અને પર્યુષણ

   ખૂબ સરસ લેખ આજે જ ક્ષમાપના વિશે જાણીતા ગુજરાતી કટાર લેખક આદરણીય જય વસાવડા સાહેબે લખ્યો નિયમિત વાંચું છું એમને નામ અજાણ્યું નથી ગુજ્જુસ માટે તો બિલકુલ પણ.
    
      લેખ ખૂબ જ ગમ્યો લખાણ કોપી નથી કરતો એટલે પેહલા જ ફકરા માં ચોખવટ કરી દીધી છે જે મારા સ્વભાવ માં કાયમ માટે રહી છે.હા ઘણા સમય થી કાંઈક લખવાનું વિચારતો હતો.હા એમનાં લેખ પરથી મુદ્દો મળી ગયો મને એમ કહેવામાં કંઈ અતિશયોક્તિ નથી..😉પણ થોડું બાદ કરું  અને થોડું ઉમેરુ છુ!
       
        વાત પર્યુષણ ની કરીએ ખૂબ જ પવિત્ર તહેવાર જૈન ધર્મ નો જાજું તો નઇ લખું કેમ કે પહેલીવાર લખું છુ એટલે થોડું લાબું થઈ ગયું છે લખાણ થોડી ચોખવટૉ માં જ..

        પર્યુષણ અને ક્ષમાપના જાણે માફી માંગવાની મોસમ આવી અને ખરેખર ખૂબ જ સારું બને છે નમ્રતા નો અલગ જ અનુભવ આવે છે micchami dukkadam કહેવામાં પણ શુ ખરેખર ફોન કરવાથી અને મેસેજ ફોરવર્ડ કરવાથી જ અર્થ સાર્થક થાય છે?? i think no as #JV thinks..

         માફી નો મતલબ ખૂબ જ ઊંડો છે ઘણી વાર આપડે માફ નથી કરી શકતા લોકો ને ખૂબ જ આજીજી મેળવ્યા બાદ પણ અને સામે વાળો માણસ એનું સ્વમાન ઘવાઈ એ હદે માફી માંગે તો પણ નથી કરી શકતા હા એણે ચોક્કસ ભૂલો કરી હશે એવું જરૂરી નથી ઘણી વાર સંબંધો સાચવવા માટે પણ એ વ્યક્તિ એવું કરતો હોઇ શકે..(વિચારજો) ઘણી વાર એનો સમય ખરાબ ચાલતો હોય તો પણ એવું કરતો હોઇ શકે એ માણસ(એનો સમય પણ જોવો) હા ઘણી વાર એ તમને વધુ પ્રેમ કરતો હોય તો પણ એવું બને કે તમે ઘણી વાર ગુસ્સો કર્યા પછી અને સૂચના આપ્યા પછી પણ એ વ્યક્તિ કટાક્ષમ્ય ભાષા માં બોલતો હોઈ શકે(વિચારવુ જો એ વ્યક્તિ નો કોઈ સ્વાર્થ કે તમારી પાસે થી કોઈ અપેક્ષા ન હોઈ તો ખરેખર જાવા દેવુ અને માફ કરી દેવું કેમ કે એવું કરવા વાળો આપડો ખાસ મિત્ર અથવા નજીક નો સગો સંબંધી જ હશે). ખરાબ સમય માં કોઈ વ્યક્તિ ને નજરઅંદાજ કરવી એ પણ એક પાપ છે જો એ લુચો ના હોઈ તો....

       અને હા ક્ષમા કટાક્ષવાળા ને આપવી જોઇએ એ વ્યક્તિગત સંબંધો ના સંદર્ભ માં કહું છું ધંધાકીય નહીં.ધંધાકીય કટાક્ષ માં તો ચાલાકી ને ઘણું બધું હોઈ સો એ તો વિચારી ને યોગ્ય લાગે તો જ જાવા દેવું😂.

          પહેલીવાર લખું છું કોઈ અનુભવ નથી બહુ એટલે કેવું લખ્યું એ મને ભાન નથી😊.
ભૂલચૂક લેવી દેવી
          
             અને મારાથી કોઈ ભૂલ થઈ હોય તો મન કર્મ વચન થી michhami dukkadam🙏.
            ધન્યવાદ જો તમે છેલ્લે સુઘી વાંચ્યું હોઈ તો પણ અને ના વાંચ્યું હોઈ તો પણ..

  car not wins the race its driver who wins..

        


10 comments: